પાટીદાર અનામત આંદોલન અંતર્ગત શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટી માલવણ ગામ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન થયું હતું, હાર્દિક પટેલની આગેવાનીમાં યોજાયેલી આ સભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને પણ આમંત્રણ હતું. જેમાંથી ભાજપના કોઈ ધારાસભ્ય કે નેતા હાજર નહોતા રહ્યા અને કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
શનિવારે ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ ખાતે જય સરદારના નારા સાથે સભાની શરૂઆત કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, ” ગુજરાતના પાટીદારો દ્વારા આયોજિત ન્યાય મહાપંચાયતમાં ૪૦ હજારથી પણ વધુ આંદોલનકારીએ મારા રક્તને વધુ લાલ કર્યું છે.ભાજપ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને અમે આમંત્રણ આપ્યું હતું પણ કોંગ્રેસના ૧૩ પાટીદાર ધારાસભ્યો હાજર રહ્યા અને અનામતની માંગને ખુલ્લું સમર્થન આપ્યું.
અમુક લોકો કહેતા હતા કે આંદોલન બંધ થઇ ગયું છે હવે એ લોકો બોલે નહી ખાલી અમે કરીએ છીએ એ કામ ને સાથ આપો. હું થાક્યો નથી અને થાકવાનો નથી. મારા સમાજના યુવાનો માટે મારે હંમેશા લડવાનું છે. ”
દરેક સભામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમંત્રણ આપવામાં આવશે ખબર તો પડે કે કોણ કણબીના પેટનો છે. ભાજપના નેતા આવ્યા હોત તો, ટોળું ઉશ્કેરાઇ જાત એકેય પાછો ના જાત, અને કાદાચ જાત તો મારી માનું ધાવણ લાજત કેમ કે મારા 14 પાટીદાર ભાઇને મારનાર લોકો સાથે જો હું હાથ કોઇ પણ સંજોગોમાં ન મીલાવું પેટ્રોલ અને ડિઝલના ભાવ પર સરકાર પર પ્રહારો કર્યા હતા.
પાટીદાર ન્યાય પંચાયતમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો હાજર રહ્યા હતા જેમાં, મોરબી જિલ્લાના ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા, ધોરાજીના ધારાસભ્ય અને પૂર્વ પાસ કન્વીનર લલિત વસોયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉંઝાના ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, કરજણના ધારાસભ્ય અક્ષર પટેલ, પાટણના ધારાસભ્ય અને પાસના પૂર્વ યુવા આગેવાન કિરીટ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર હાજર રહ્યા હતા.
દિનેશ બાંભાણીયાએ પાટીદાર મહાપંચાયતને લઈને હાર્દિક પટેલ પર કરેલા વ્યક્તિગત પ્રસિદ્ધિનો કાર્યક્રમ હોવાનો અને એસપીજી જેવી સંસ્થાને આમંત્રણ ના આપ્યા હોવાના આક્ષેપોનો જવાબ આપતા ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, ” આ સમાજની મહાપંચાયત છે, અને હાર્દિક પટેલ સમાજનો ચહેરો છે અને રહેશે. ગીતા પટેલે બાંભાણીયાએ આક્ષેપોને ફગાવતા કહ્યું કે, આ કાર્યક્રમમાં પાસ, એસપીજી અને તમામ રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.”
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, ‘અમે લોકો હાર્દિકની સાથે છીએ. અમે આજની સભામાં સમાજને ન્યાય મળે તે હેતુથી જોડાયા છીએ અને ભાજપ આવા કાર્યક્રમ કરશે તો તેમાં પણ અમે જોડાશું તો આ સભામાં ભારે ભીડ જોવા મળી હતી, તેના માટે પાસ કન્વીનરોએ દિવસ રાત એક કરીને મોટી માલવણ અને આસપાસના ગામોમાં મિટિંગ યોજીને આયોજન કર્યા હતા, તો બરોડા, આણંદ, પાટણ, મહેસાણા અને સમગ્ર જિલ્લામાંથી પાટીદારો આ સભામાં હાજર રહ્યા હતા અને અનામતની માંગણીને સમર્થન કર્યું હતું.
પરેશ ધાનાણી પર સાધ્યું નિશાન
સુરેન્દ્રનગરના મોટી માલવણ ખાતે યોજાયેલી પાટીદાર મહાપંચાયતમાં હાર્દિક પટેલે પરેશ ધાનાણી પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેમણે અહિયાં મંચ પર આવવું જોઈએ. હાર્દિક પટેલે કહ્યું કે સમાજની વાત કરશે એને માન મળશે નહીતો એમના ઝભ્ભા પણ ફાટશે. મહાપંચાયતમાં કોંગ્રેસના 12 જેટલા પાટીદાર ધારાસભ્યો હાજર રહ્યા હતા. જેને લઇને હાર્દિક પટેલે ખુશી વ્યક્ત કરી હતી. બીજીતરફ અલ્પેશ કથીરિયાએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાય તેવી માંગણી કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો સમક્ષ કરી હતી.
No comments:
Post a Comment